image

OUR OWN VIDHYAVIHAR

About The Institute

OUR OWN VIDHYAVIHAR

ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમ પ્રાથમિક શિક્ષણ માટે આ શાળા પહેલી પસંદ છે. વર્ષ 2004માં માત્ર એક ધોરણ અને એક વર્ગથી શરૃ થયેલ અવર ઑન વિદ્યાવિહારમાં હાલ ધોરણ 1 થી 8ના કૂલ 24 વર્ગોમાં 700 જેટલાં બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવી રહ્યાં છે. તલોદ-પ્રાંતિજ તાલુકા ખાતે યોજાતી રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં અવર ઑન વિદ્યાવિહારે સૌથી વધુ આઠ વખત ચેમ્પિયનશીપ મેળવી છે. ઉપરાંત ટાટા નૉલેજ દ્વારા યોજાતી નિંબધ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીએ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કરેલ છે.

વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર


પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઑન વિદ્યાવિહારમાં વર્ષ 2024-25 દરમ્યાન વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને વાહ સંસ્થાના સહયોગથી અદ્યતન સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું. તારીખ 19 ફેબ્રુઆરી 2025 બુધવારના રોજ પ્રાંતિજ કેળવણી મંડળના ટ્રસ્ટી તથા સોસાયટી નગર કેળવણી મંડળ હિંમતનગરના ટ્રસ્ટી શ્રી સી.સી.શેઠ તથા વાહ સંસ્થા (અમદાવાદ)ના પ્રેસિડેન્ટ શ્રી પ્રફુલ્લ અમીનના વરદ હસ્તે વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી-ટ્રસ્ટી શ્રી રઈસભાઈ કસ્બાતી, કોષાધ્યક્ષ શ્રી ભરતભાઈ ફડિયા તથા કારોબારી સભ્યો શ્રી નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ અને જ્યંતીભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં બાળકો માટે વિજ્ઞાન અને ગણિતનાં અદ્યતન સાધનો તથા વિવિધ મોડેલ્સ ઉપલબ્ધ છે. ટેલિસ્કોપ, ડ્રોન તથા અન્ય એદ્યતન સાધનો દ્વારા બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે.

એસ.પી.સી યુનિટ


સુરક્ષા સેતુ સોસાયટી સાબરકાંઠા (પોલીસ વિભાગ) દ્વારા અવર ઑન વિદ્યાવિહારનાં બાળકો માટે સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ (એસ.પી.સી) યુનિટ કાર્યરત છે. જેમાં દર વર્ષે 88 બાળકોને (ગર્લ્સ-બોઈઝ્) ને શિસ્ત તથા ,સમાજસેવાની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. ધોરણ 8 તથા 9 સુધી (બે વર્ષ) ના સમય ગાળા સુધી બાળકોને આ યુનિટમાં શિસ્ત, સમાજસેવા, જનરલ નોલેજ, તથા અન્ય વિવિધ વિષયોનું જ્ઞાન તથા તાલીમ આપવામાં આવે છે. અઠવાડિયામાં બે દિવસ આ યુનિટમાં જોડાયેલ બાળકોને પરેડ કરાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન બે વખત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવે છે. એસ.પી.સીનાં બાળકોએ પ્રાંત અધિકારીની કચેરી, જેલ, પોલીસ સ્ટેશન, વૃદ્ધાશ્રમ, મામલતદાર કચેરી, કોર્ટ, રેલ્વે સ્ટેશન, સીવિલ હોસ્પિટલ જેવાં સ્થળોની મુલાકાત લીધી. બાળકોએ એક દિવસ ટ્રાફીક પોલીસ સાથે જોડાઈ ટ્રાફીક નિયમનન અનુભવ મેળવ્યો.

ઈન સ્કૂલ પ્રોગ્રામ- સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત


અવર ઑન વિદ્યાવિહારનાં બાળકોના સ્પોર્ટ્સમાં સુંદર દેખાવને ધ્યાને રાખી સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા શાળામાં ફૂટબૉલ તથા બાસ્કેટબૉલના કુલ બે કોચ ફાળવેલ છે. શાળાનાં બાળકોને બંને રમતની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. શાળા સમય પહેલાં તથા શાળા છૂટ્યા પછી પણ બાળકોને બંને રમતોનું પદ્ધતિસરનું કોચીંગ આપવામાં આવે છે. શાળાનાં છ બાળકો ડી.એલ.એસ.એસ સ્કૂલોમાં પસંદગી પામી રાજ્યની વિવિધ ડી.એલ.એસ.એસ સ્કૂલોમાં શિક્ષણ મેળવી રહ્યાં છે.

કરાટેમાં રાજ્ય કક્ષાએ સુંદર પ્રદર્શન


વર્ષ 2024-25 દરમ્યાન રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં શાળાનાં બે વિદ્યાર્થીઓએ સુંદર પ્રદર્શન કરી સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.

રાઠોડ નવ્યાબેન રાજેન્દ્રસિંહ (10 વર્ષ ગ્રુપમાં સિલ્વર મેડલ)>/p>

ચૌહાણ પ્રાન્સી કૌશલકુમાર( 14 વર્ષ ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ)

જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધામાં સુંદર પ્રદર્શન


  1. રાઠોડ નવ્યાબેન (પ્રથમ નંબર)
  2. ખટીક માહી(પ્રથમ)
  3. ચૌહાણ પ્રાન્સી (પ્રથમ)
  4. રાવલ પાર્શદી (દ્વિતીય)
  5. પરમાર ઓસમ (તૃતીય)
  6. ચૌહાણ પૂર્વા(તૃતીય)

કરાટેમાં રાજ્ય કક્ષાએ સુંદર પ્રદર્શન (ભાઈઓ)


  1. રાઠોડ આયુષ (તૃતીય)
  2. પટેલ જલ(તૃતીય))
  3. કુશવા અજય(તૃતીય)

વિવિધ તહેવારોની ઉજવણી


શાળામાં વર્ષ દરમ્યાન વિવિધ તહેવારોની તથા રાષ્ટ્રીય પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. 21 જૂન યોગ દિવસ, 15 મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) નવરાત્રિ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નાતાલ જેવા વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવી.

વર્ષ દરમ્યાન વાલી મીટીંગ, વાલીઓ માચે વાનગી સ્પર્ધા, બાળકો દ્વારા વિજ્ઞાન મેળો, મસ્તી મેલા, ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું.

ભાર વિનાનું ભણતર તથા સ્ટુન્ટ પોલીસ કેડેટ સ્કીમનો પ્રથમ પ્રયોગ અવર ઑન વિદ્યાવિહારમાં હાથ ધરવામાં આવ્યો હતો જેનાં આજે સારાં પરિણામો મળી રહ્યાં છે.

એથ્લેટીક્સ તથા અન્ય રમતો સોફ્ટબોલ તથા હેન્ડબોલ અને ચેસ જેવી સ્પર્ધામાં શાળાનાં બાળકોએ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ભાગ લઇ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. રમત-ગમતમાં શાળાના શ્રેષ્ઠ પ્રદર્શનની નોંધ લઇ સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત દ્વારા શાળાનાં બાળકો માટે બાસ્કેટબોલ તથા ફૂટબોલના બે નેશનલ કોચની શાળામાં નિમણૂક કરવામાં આવી છે. બાળકો માટે શાળામાં કરાટેની તાલીમ પણ ઉપલબ્ધ છે.

માતૃભાષા ઉજવણી, ફૂડફેસ્ટીવલ, વિજ્ઞાન અને કલા પ્રદર્શન તથા અન્ય કેટલીય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના કલા તથા શિક્ષણના રસને પોષવામાં આવે છે. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઑન વિદ્યાવિહારનાં ધોરણ 1 થી 8નાં બાળકોએ રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા અન્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓની વિગત.

શાળાના બાળકોના સ્પોર્ટ્સમાં સુંદર દેખાવને કારણે ગુજરાત રાજ્ય સોપોર્ટ્સ ઑથોરિટી દ્વારા અવર ઑન વિદ્યાવિહારનાં બાળકોને ફૂટબૉલ તથા બાસ્કેટબૉલમાં પદ્ધતિસરનું કોચીંગ મળે એ માટે નેશનલ લેવલના બે કોચ ફાળવવામાં આવ્યાં છે. શાળામાંથી દર વર્ષે પાંચેક જેટલાં બાળકો રાજ્યની વિવિધ ડી.એલ.એસ.એસ (સ્પોર્ટ્સ સ્કૂલોમાં) પ્રવેશ મેળવી રહ્યાં છે.

ફૂડ ફેસ્ટીવલ, વિજ્ઞાન અને કલાપ્રદર્શન, વાલી રમત-ગમત, શિક્ષક દિન, માતૃભાષા દિવસ, દરેક ધર્મના મુખ્ય તહેવારોની ઉજવણી, વાર્ષિકોત્સવ, જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકો શિક્ષણની સાથે સાથે ઉત્સાહપૂર્વક અનૌપચારિક શિક્ષણ પણ મેળવી રહ્યાં છે.


રમત-ગમત


ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં કરાટેમાં અવર ઑન વિદ્યાવિહારનાં વિદ્યાર્થીઓએ સુંદર પ્રદર્શન કરી શાળા તથા સમગ્ર પ્રાંતિજ તાલુકાનું નામ રોશન કર્યું.

    • 1. અંડર-14- 18 કિલોગ્રામમાં રાઠોડ મૈત્રીબેન તખતસિંહ જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવીને રાજ્ય કક્ષાએ રમવા જશે.
      2. ચોખાવાલા ફઝલૂર રહેમાન અંડર 14માં 45 થી 50 કિલોગ્રામની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવી રાજ્ય કક્ષાએ રમવા જશે.
      3. રાઠોડ આયુષ તખતસિંહે ભાઈઓ માટેની અંડર 14માં 25-30 કિલોગ્રામમાં જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવી રાજ્ય કક્ષાએ રમવા જશે.
      4. બારોટ દેવરાજ પ્રકાશભાઈ ભાઈઓ માટેની અંડર-17માં જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવી રાજ્ય કક્ષાએ રમવા જશે.
      5. ચૌહાણ પ્રાન્સી કૌશલકુમાર બહેનો માટેની અંડર-17માં 46-50 કિલોગ્રામની સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.
      6. હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે રમાયેલ બાસ્કેટબૉલ ગર્લ્સ અંડર 14 માં અવર ઑન વિદ્યાવિહારની ટીમ ત્રીજા નંબરે રહી.
      શાળાની 3 વિદ્યાર્થીનીઓ (1)પ્રાન્સી ચૌહાણ (2)આસ્થા પ્રજાપતિ અને (3)અવની વાઘેલાનું સ્ટેટ લેવલે સિલેક્શન થયું.

  • જિલ્લા કક્ષાએ રમાયેલ સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધામાં અવર ઑન વિદ્યાવિહારની ટીમ ત્રીજા ક્રમે રહી.



    તાલુકા કક્ષાના રમતોત્સવમાં બહેનો માટેની એથ્લેટીક્સ સ્પર્ધામાં અવર ઑન વિદ્યાવિહારની વિદ્યાર્થિનીઓનો સુંદર દેખાવ.


    • 1. વ્હોરા સારા મો.શોએબ (ધોરણ-8) ગોળાફેંકમાં તાલુકા કક્ષાએ પ્રથમ
      2.મકવાણા હર્ષિદા પરેશસિંહ (ધોરણ-7) ચક્રફેંકમાં તાલુકા કક્ષાએ ત્રીજો નંબર
      3.અંસારી સુમબુલપરી મો.શમીમ (ધોરણ-8) 200 મીટર દોડમાં તાલુકા કક્ષાએ તૃતીય
      4. મકવાણા નિધિ આશિષભાઈ (ધોરણ-7) 400 મીટર દોડ તાલુકા કક્ષાએ તૃતીય

  • તાલુકા લેવલના શાળાકીય રમતોત્સવમાં અવર ઑન વિદ્યાવિહારના વિદ્યાર્થીઓનો સુંદર દેખાવ.


    • અંડર-14 ગોળાફેંકમાં રાઠોડ વિનયસિંહ સુરેન્દ્રસિંહે પ્રથમ ક્રમ મેળવ્યો
      રાઠોડ દિવ્યરાજસિંહ નૃપાલસિંહે-600 મીટર દોડમાં દ્વિતીય નંબર મેળવ્યો
      પ્રજાપતિ જય હિતેશભાઈએ 400 મીટર દોડમાં દ્વિતીય નંબર મેળવ્યો

  • કલા અને વિજ્ઞાન


    સાબરકાંઠા સેલ્ફફાઈનાન્સ સ્કૂલ્સ એસોસિએશન આયોજિત સાયન્સ ફેર સ્પાર્કમાં અવર ઑન વિદ્યાવિહારનાં વિદ્યાર્થીઓના બે પ્રોજેક્ટ સ્માર્ટ હાઈવે ડે નાઈટ વર્કિંગ મોડલની અંદાજીત 1000 કરતાં વધુ બાળકોએ મુલાકાત લીધી.

    ક્વિઝ કૉમ્પિટિશનમાં અવર ઑન વિદ્યાવિહારના ધોરણ 7 ના વિદ્યાર્થી પટેલ દિવ્ય વિજેતા થતાં ઇનામ મેળવ્યું.


    કલા ઉત્સવ અંતર્ગત શાળાની વિદ્યાર્થિની ચૌહાણ પ્રાન્સી કૌશલકુમાર ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમે આવી શાળાનું ગૌરવ વધાર્યું.



    શાળામાં વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કેમ્પસને ધબકતું રાખ્યું.


    • * એસ,પી.સી કાર્યક્રમ અંતર્ગત પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા પી.એસ.આઈ અને વાલીઓની ઉપસ્થિતિમાં વાલી મીટિંગ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
      * એસ.પી.સી (સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ)નાં બાળકોને વદરાડ એક્સેલન્સ એગ્રીકલ્ચરલ, પોલીસ સ્ટેશન, જેલ, કોર્ટ, પ્રાંતિ કચેરી, ઉપરાંત અન્ય. સ્થળોની મુલાકાત કરાવવામાં આવી.
      * એસ.પી.સીનાં બાળકો મેરી માટી મેરા દેશ અંતર્ગત રેલીમાં જોડાયાં.
      * ઇન સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી.
      * શાળામાં નવરાત્રિની, જન્માષ્ટમી, હોળી-ધૂળેટી, નાતાલ, ઉપરાંત અન્ય ડે ની ઉજવણી કરવામાં આવી.
      * શાળાનાં બાળકો દ્વારા ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું.
      * એમ,કે જોશી બાલમંદિરનાં વાલીઓ માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
      * અવર ઑન વિદ્યાવિહારનાં બાળકોના વાલીઓની મીટિંગ કરવામાં આવી.
      * બાલમંદિરનાં વાલીઓ સાથે અવર ઑન વિદ્યાવિહારનાં શિક્ષકો અને સ્ટાફની મીટિંગ કરવામાં આવી.
      * રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા હેઠળ સમગ્ર કેમ્પસના કાર્યક્રમમાં બાળકો જોડાયાં.
      * શાળાના તમામ કાર્યક્રમોનું વધુમાં વધુ મીડિયા કવરેજ આવે એ માટે તમામ રીપોર્ટર સાથે સતત સંપર્કમાં રહી મીડિયા કવરેજ કરાવેલ છે.