image

Shree C. S. Desai Technical Institute-Prantij

About Institute

SHREE C. S. DESAI TECHNICAL INSTITUTE.(GIA ITI-517)

GIA ITI Prantij વર્ષ 1984થી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ શ્રેષ્ઠ યોગદાન આપતી એક પ્રતિષ્ઠિત અને પ્રગતિશીલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા તરીકે કાર્યરત છે. વિશાળ કેમ્પસ, આધુનિક ઇકો ફ્રેન્ડલી બિલ્ડિંગ અને વિવિધ સુવિધાઓથી સજ્જ આ સંસ્થા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ટેકનિકલ શિક્ષણ અને વ્યવસાયલક્ષી તાલીમ પૂરી પાડી તેમને કુશળ અને આત્મનિર્ભર બનાવવાનો હેતુ ધરાવે છે.

સંસ્થામાં હાલમાં COPA, Electrician, Fitter, Wireman, Information & Communication Technology System Maintenance (ICTSM), Electronics Mechanic, Refrigeration & Air Conditioning Technician તથા Draughtsman Mechanical જેવા આધુનિક અને રોજગારલક્ષી ટ્રેડ્સ કાર્યરત છે. અનુભવી ઇન્સ્ટ્રક્ટરો દ્વારા સિદ્ધાંત તથા પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે.

સંસ્થામાં સુસજ્જ વર્કશોપ, આધુનિક કમ્પ્યુટર લેબ, દરેક ટ્રેડને અનુરૂપ પ્રેક્ટિકલ તાલીમની ઉત્તમ સુવિધાઓ અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓને ઓન-જોબ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટની તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના કારણે અનેક તાલીમાર્થીઓ તાલીમ બાદ સફળ કારકિર્દી બનાવી રહ્યા છે. “કૌશલ્ય દ્વારા પ્રગતિ” ના ધ્યેય સાથે GIA ITI Prantij યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત છે.