About Balmandir
M M K J Balmandir

Initialized Balmandir which is managed by Prantij Kelvani Mandal on dated 18/03/1970 with Registration No. 18th of District Panchayat Education Association. Initially Balmandir has been started at Khodiyar kuva, Prantij, After getting donation name of organization has been added with the name of donor as Matru Shree Mahalaxmi Ben Kashiath Joshi Balmandir and its has been working approximately up to 28 years at there. Balmandir has been transformed in June 1999 to building which is situated at station road, where right now this balmandir is grown as giant tree with the students of 150 are study.
આ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ બાલમંદિરના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે. દરેક વિદ્યાર્થી, શિક્ષક, માતા-પિતાનો સહકાર બાલમંદિરના દરેક કાર્યને સફળ બનાવી રહ્યો છે. આગળ ના આવતા વર્ષે વધુ ઉન્નતિ માટે અમે પ્રતિજ્ઞાબંદ્ધ છીએ.
પ્રવેશોત્સવ:
પ્રવેશોત્સવની ઉજવણીમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિ દ્વારા .... જેમ કે કુમકુમ તિલક "ૐ" દ્વારા કુમકુમ પગલાં તથા હાથણ આ પંજા તેમજ મહેમાનો સાથે ઉજવણી કરાવી અને બાળકોને ગિફ્ર્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે. આવર ઓન બાલમંદિરમાં વર્ષ ૨૦૨૪-૨૦૨૫ ની શરૂઆતમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને બાલમંદિર તરફથી ગિફ્ટ ( કંપાસ બોક્સ ) આપવામાં આવ્યા. તેમજ બાલમંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન જુદાં - જુદાં તહેવારો જેવા કે ૧૫ મી ઓગસ્ટ, જન્માષ્ટમી, નવરાત્રી, રક્ષાબંધન, ગૌરીવ્રત, ગુરુપૂર્ણિમા, દિવાળી, હોળી, વસંતપંચમી જેવા જુદાં -જુદાં તહેવારોની ઉજવણી કરવામાં આવે છે
તહેવારોની ઉજવણી:
ગુરુપૂર્ણિમા,ગૌરીવ્રત,રક્ષાબંધન,જન્માષ્ટમી,ગણેશચતુર્થી,નવરાત્રી,દિવાળી,નાતાલ,ઉતરાયણ,હોળી,ધુળેટી,વગેરે તહેવારોની ઉજવણી અને સમજૂતી આપી બાળકો સાથે તહેવારો મનાવવામાં આવે છે.
વર્ષ દરમિયાન ૩ થી ૪ વાર વાલીમિટિંગનું આયોજન કરવામાં આવે છે.
વિવિધ પ્રકારના -ડે- ની ઉજવણી
બાલમંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન ચિત્ર સ્પર્ધા, વિવિધ રમતો જેવી કે આકારોમાં ચાલવું, લીંબુ ચમચી, લોટ ફૂંક, કોથળાદોડ,સંગીતખુરશી, જેવી રમતો રમાડવામાં આવે છે. આ રમતોમાં જે બાળક પ્રથમ નંબરે પર આવે એ બાળકોને વર્ષના અંતમાં ઇનામ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પ્રવૃતિઓ જેવી કે વેરકામ, માટીકામ, ચિટકકામ, ચાડણી કામ, અંગુઠાણી છાપ, ખીલી કામ, પાનનું મેઝિક જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
સમગ્ર વર્ષ દરમિયાન બાલમંદિરમાં મ્યુઝિક સિસ્ટમ માઈક સાથે, રમતના અલગ- અલગ સાધનો જેવા કે લપસણી, ઊંચક-નિચક, ચકરડી જેવા રમતના સાધનો અલગ-અલગ દાતાશ્રીઓ તરફથી મળેલા દાનમાંથી વસાવવામાં આવ્યા. તેમજ વર્ગખંડને વોલપેપરથી શણગારવામાં માટે પણ દાતાશ્રી તરફથી મળેલા દાન પેટે વર્ગખંડનુ સુશોભનનુ કામ કરવામાં આવ્યું. બાળકોને ઋતુ પ્રમાણે તહેવારોની ઓળખ માટે " ચોમાસાનો પ્રોજેક્ટ " પણ તૈયાર કરવામાં આવ્યો. આ સમગ્ર વર્ષ દરમિયાન સામાજિક અને જાહેર પ્રવૃતિઓ જેવી કે વૃક્ષારોપણ અને આનંદ મેળાનુ પણ આયોજન કરવામાં આવ્યું.
ગ્રુપ એકટીવીટી, રેડ-ડે, ગ્રીન-ડે, સલાડ-ડે, ચોકલૅટ-ડે, ફ્લાવર-ડે તેમજ વાલી સાથે વાનગી સ્પર્ધા અને રમતો નું પણ આયોજન કરવામાં આવે છે.
વર્ષ દરમિયાન રમતોનું આયોજન
સંગીત ખુરશી, દોડ, દોડીને વસ્તુ લાવવી, આકાર માં ચાલવું, સમતુલના, એક મિનિટ ની ગેમ, લીંબુ-ચમચી, કોથળા દોડ,લોટફૂંક, મૂળાક્ષરો, અંકો તથા આલ્ફા બેટ મૂલ્યાંકન દ્વારા રમતો નું આયોજન કરવામાં આવે છે.
ઈત્તર પ્રવુતિ
વેરકામ, ચીટકકામ, છાપકામ, મીણબત્તીનું મેજીક, પાનનું મેજીક, પાનનું ચીટકકામ, શાકભાજી નું છાપ કામ, ખીલીકામ, પેન્સિલની છોલનું ચીટકકામ, રેતીકામ તેમજ વિવિધ ઈત્તર પ્રવુતિ ધવરા બાળકોને ઓળખ આપવામાં આવે છે.
મસ્તી મેલા નું આયોજન કરવામાં આવે છે
ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે
એક દિવસ નું પ્રવાસ નું આયોજન કરવામાં આવે છે
બાળકો માટે બે દિવસ સમર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે